Home> World
Advertisement
Prev
Next

24 કલાકની અંદર ઈરાકમાં બીજો હુમલો, અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ ઝીંકાયા

ઈરાક (Iraq)  અને અમેરિકા (America)  વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થવાની જગ્યાએ વધતો જાય છે. બગદાદના ચુસ્ત સિક્યુરિટીવાળા ગ્રીન ઝોનમાં એકવાર ફરીથી રોકેટ હુમલો થયો છે. ઈરાકી સેનાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર કત્યુશા રોકેટ છોડાયા છે.

24 કલાકની અંદર ઈરાકમાં બીજો હુમલો, અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ ઝીંકાયા

બગદાદ: ઈરાક (Iraq)  અને અમેરિકા (America)  વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થવાની જગ્યાએ વધતો જાય છે. બગદાદના ચુસ્ત સિક્યુરિટીવાળા ગ્રીન ઝોનમાં એકવાર ફરીથી રોકેટ હુમલો થયો છે. ઈરાકી સેનાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર કત્યુશા રોકેટ છોડાયા છે. ઈરાકી સેનાએ કહ્યું કે હુમલામાં કોઈ પણ પ્રકારના નુકસાનની ખબર નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ અમેરિકી દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતરે એક રોકેટ પડ્યું છે. હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. 

ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં ઈરાનને સંભળાવ્યું, ‘હું રાષ્ટ્રપતિ છું ત્યા સુધી તમારું પરમાણુ શક્તિનું સપનુ પૂરુ નહિ થાય...’

આ અગાઉ 5 જાન્યુઆરીના રોજ પણ બગદાદના ગ્રીન ઝોનમાં ઈરાન (Iran) સમર્થક મિલિશિયાએ કત્યુશા રોકેટ છોડ્યા હતાં. કેટલાક રોકેટ અમેરિકી દૂતાવાસની અંદર પણ પડ્યા હતાં. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ હુમલા સમયે ગ્રીન ઝોનની અંદર સાઈરનો વાગી રહી હતી. પોલીસે જણાવ્યું કે એક  રોકેટ અમેરિકી દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતરે  પડ્યું છે. 

કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી
ઈરાકી સેનાએ કહ્યું કે ગ્રીન ઝોનની અંદર બે કત્યુશા રોકેટ છોડ્યા છે પરંતુ કોઈ નુકસાન થયું નથી. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ બગદાદમાં સાયરન સાથે બે જોરદાર વિસ્ફોટના અવાજ આવ્યાં. હાલ હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. ખાસ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી તે પછી આ રોકેટ હુમલો થયો. અત્રે જણાવવાનું કે બુધવારે વહેલી સવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકી દૂતાવાસ કેમ્પમાં 22 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. 

ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું, 'મિસાઈલ હુમલો એ અમેરિકાના મોઢા પર તમાચો' 

આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના હુમલા  બાદ બુધવારે રાષ્ટ્રને સંબોધિત  કર્યું. પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકી બેસ પર ઈરાનના હુમલા બાદ પણ બધા સૈનિકો સુરક્ષિત છે અને કોઈ નુકસાન થયું નથી. તેમણે એ પણ દોહરાવ્યું કે જ્યાં સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી ઈરાન પરમાણુ હથિયાર મેળવી શકશે નહીં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ટ્રમ્પે રાષ્ટ્રના નામે સંદેશામાં કહ્યું કે ગઈ કાલે રાતે હુમલામાં તમામ નાગરિકો અને સૈનિકો સુરક્ષિત છે. અમારી સેના કોઈ પણ પડકાર માટે તૈયાર છે. ઈરાનનું પાછળ હટવું એ સમગ્ર દુનિયા માટે સારો સંકેત છે. હું અમેરિકાના તમામ સૈનિકોની હિંમતને સલામ કરું છું. ઈરાન આતંકનું કેન્દ્ર છે અને દુનિયાને પરમાણુ હુમલાની ધમકી આપ્યાં કરે છે. અમે તેને  ખતમ કરવાની કોશિશ કરી છે. મારા નિર્દેશ પર અમેરિકી સેનાએ જનરલ કાસિમ સુલેમાનીને માર્યો. તેના પર અનેક પ્રકારના અત્યાચારોના આરોપ હતાં. તેમણે અનેક અમેરિકનોની હત્યા કરી અને આગળ પણ આમ કરવાનો ઈરાદો હતો. સુલેમાનીને પહેલા જ મારી દેવો જોઈતો હતો. સુલેમાની રાક્ષસ હતો. 

ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવાના સંકેત આપતા ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર પ્રતિબંધ ચાલુ રહેશે. જ્યાં સુધી ઈરાન શાંતિના રસ્તે ન ચાલે ત્યાં સુધી નવા આર્થિક પ્રતિબંધ પણ લગાવવામાં આવશે. ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ છોડવા જ પડશે. રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સે આ સચ્ચાઈ સમજવી પડશે. આપણે મળીને ઈરાન સામે લડવું પડશે જેથી કરીને દુનિયાને વધુ સુરક્ષિત અને શાંત બનાવી શકાય. આજે હું નાટોને કહેવાનો છું કે તેઓ મધ્ય એશિયામાં વધુ કામ કરે. 

તેમણે એમ પણ કહ્યું કે મારા કાર્યકાળમાં અમેરિકી સેના વધુ મજબુત થઈ છે અને અમે તેના પર અઢી ટ્રિલિયન ડોલર્સ ખર્ચ્યા છે. અમારી પાસે પરમાણુ હથિયાર છે પરંતુ અમે તનો ઉપયોગ કરવા માંગતા નથી. અમારી સૈન્ય તાકાત અને આર્થિક તાકાત એ અમારું સૌથી મોટું હથિયાર છે. થોડા સમય પહેલા અમે અબુ બકર અલ બગદાદીને પણ માર્યો હતો. અમારે મીડલ ઈસ્ટ પાસેથી તેલની જરૂર નથી. ઈરાને પરમાણુ રસ્તેથી હટવું જ પડશે. ઈરાન આતંકવાદ છોડે તો અમેરિકા શાંતિ માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More